Friday, September 15, 2017

બદલાઈ રહ્યો છે સમય જે  નથી તમારા  કહેણમાં: બોબ  ડિલન

( લેખ રિદ્ધિ કાેમ્પલેક્સમંા વિતાવેલા સમયને તથા વિનોદ, સિદ્ધાર્થ, દ્રુપદ, અજિત, પોલ, મિતેશ, પીયૂષ સહીત અનેક મિત્રો માટે જેનેા હજી માનવતામાં, શબ્દોમાં, સંગીતમાં શ્વાસ બચ્યો છે.  લેખ સંપાદિત થઇ સમીપે ૩૯-૪૦ માં છપાયો , ૨૦૧૭)

વાત છે,૧૩મી ઓક્ટોબર,૨૦૧૬ની. તારીખ ભાગ્યેજ યાદ રહે પણ તો...સવારે ઊઠીને જોતાં મોબાઈલ જડતો નથી. મમ્મીના ફોન પરથી  જાતને  ફોન  જોડું છું, સામે રિન્ગટોન પર ગીત સંભળાય, બોબ ડિલનનુંઆન્સર ઇઝ  બ્લોવીન્ગ ઈન વિન્ડ' અને પછી તો આખો દિવસ ડિલનોત્સવ, ડિલનની કારકિર્દીના ૧૯૬૦-૨૦૧૬ સુધીમાં આવેલા ૩૫ ઉપરાંત આલ્બમના ગમતાં ગીતો  સાંભળ્યા  કરું છું.   ગીતો અને ધૂન સાથે ડિલનની ગલીઓમાં  સમયમાં શહેરમાં લોકોમાં વિરોધમાં સંગીતમાં ફરવાનું બને છે.      સાંજે  મોબાઈલ ઉપર  સમાચાર ડોકાય છે,  બોબ  ડિલન સાહિત્યનું નોબેલ પારિતોષિક જીતે છે. અરે  પછીતો પૂછવું શું! ડિલનોત્સવમાં મારી સાથે આખું જગત જોડાય છે, ઘણા બધા ઓટલા, ચોતરા  ચૌટા,  ટીંબા   ( ફેસબુક ટ્વિટર રેડિટ ...) પર  મિત્રો ડિલનનાં ગીતોની રમઝટ બોલવે છે. બસ આખરે  આન્સર ઇઝ બ્લોવિંગ ઈન વિન્ડ’ (હા,  જવાબ ફૂંકતા પવનમાં  છે! )    સાથેજ સાહિત્યનું  કુંડાળું ફરીથી  મોટું  થાય છે, સાહિત્ય અને સંગીતની શેરીઓમાં એકસાથે ઉત્સવો ઉજવાય છે, સાથે ઝીણો ગણગણાટ પણ સંભળાય છે, આની વચ્ચે ડિલનની કવિતા ફરી કામે આવેટાઈમ્સ ધે આર  ચેંન્જિન્ગ  (બદલાઈ  રહ્યો  છે સમય). જી હા,  આપણો સમય બદલાઈ રહ્યો છે. નિમત્તે મારા તમારા સમાજના, દેશકાળના અને કાલાતીત  સમયને જોવાની  ફરી  એક તક  સાંપડી  છે.  તો  ચાલો  ડિલનની  દિલધડક  સ઼઼ફરે.

રાતના બારના ટકોરા પડે છે, દૂર ન્યૂયોર્કના યુનિયન સ્કેવરની ઘડિયાળમાં. તારીખ બદલાય છે, ૨જી ફેબ્રુઆરી,  ૧૯૬૧.  વેસ્ટ થર્ડ લેન ભેંકાર  પડી છે. પવનના સુસવાટા સાથે પિઝાની સુગંધ આવે છે. 'વિન્ડીસ પિઝા'નું શટર પડી ગયું છે. બરફના  ઝીણા કણો લયબદ્ધ રીતે પડી રહ્યાં છે. ત્યાં શટર અડધું ખૂલે છે, વીસેક વર્ષનો ફૂટડો રોબર્ટ ઝિમરમેન પૅપરોની પિઝા ખાતો શટર નીચેથી વાંકો વળી નીકળે છે. તે બરફની કણોની આરપાર જુએ છે,  જોતો રહે છે. આકાશ સામે નજર માંડે છે. અંધારિયા આકાશમાંથી  નિયોન લાઈટમાં બરફના કણો સોનેરી થઇ તેની  આંખમાં પડે છે. બિલાડી  પગ પાસેથી પસાર થઈ જાય છે. તે હસીને  બે ડગલાં માંડે ત્યાંજ  તેનો પગ ઇંચ બરફના કડદામાં ખુંપી જાય છે. એક ગાળ બોલી, ભીનો પગ કાઢી,  ખભે ગિટારનો થેલો બરાબર ગોઠવી રોબર્ટ બ્લીકર લેન તરફ આગળ વધે છે.  ૧૯૪૨માં જન્મેલા ઉત્તર અમેરિકાના યુવાન પર ઠંડીની ઝાઝી અસર નથી. તે વુડી ગુથરીનું ગીત ગણગણતો  ચાલે છે  ત્યાંજએમનંબરની અન્ડર ગ્રાઉંન્ડ ટ્રેન થડથડથડ કરતી તેના પગ નીચેથી પસાર થાય છે. રોબર્ટને તેમાં ગીતના થડકાર સંભળાય છે. તે આગળ વધે છે. લાંબા
કોટમાં પડેલી છેલ્લી  કેમલ સિગરેટ કાઢે છે, મોમાં મૂકે છે, અરે પણ લાઇટર જડતું નથી. એટલાંમાંજ એક લઘરવગર ડોસો પાસે આવી સિગરેટ સળગાવી આપે છે. ઝાંખા પ્રકાશમાં બંને એકમેકની આંખમાં જોઈ રહે છે. ડોસો ધીમેથી કહે,  જાણે બાજુની હવા પણ સાંભળી જાય, ‘બેટા, એક દિવસ તું લોકોને ઘેલા કરી મૂકશે. પણ  સંભાળજે.’  રોબર્ટ ઘેલો નથી. તે   વાત  ભૂલીનેકાફે વાનામની કલ્બમાં  પહોંચે છે. એક ખૂણો પકડી શાહીપેનથી  સિગરેટના ખોખાની પાછળ ઝીણા અક્ષરોમાં લખવાનું શરૂ કરે છે, ન્યૂયોર્કનું ગીત

Rambling out of the wild west
Leaving the towns I love best
Thought I'd seen some ups and down
'Till I come into New York town
People going down to the ground
Building going up to the sky.

વાઈલ્ડ વેસ્ટની બહાર ભટકતા
મારા ગમતા ગામોને છોડતાં
વિચાર્યું'તું કે મેં જોઈ કૈક ચડતી પડતી જીવનમાં
ત્યાં તો હું આવી ચડ્યો ન્યુયોર્કમાં
જ્યાં લોકો ભોંયે પડે છે.
ને મકાનો નભને અડે છે.


નીચે પોતાનું નામ લખે છે, બોબ ડિલન.  રોબર્ટ ઝીમરમેન તરીકેની પોતાની ઓળખ ન્યૂયોર્ક આવતા પહેલા કોરણે મૂકી એક નવી ઓળખ, નવા નામ સાથે, પોતાના ગમતા ગાયક-કવિ ડિલન થોમસની યાદમાં ઉપનામ ધારણ કરે છે - 'બોબ ડિલન'  અને  સફરની શરૂઆત કરે છે. પછી તો નામ બની જાય છે.  ન્યુયોર્કના  મિત્રો તો તેને બોબી કહીને બોલાવે છે.
મીનસોટા શહેરમાં કૉલેજમાં એક વર્ષ ગેરહાજરી (ભાગ્યેજ તે ક્લાસમાં જતો) આપી તે પૂરા વિશ્વાસ સાથે બધું   છોડી કોઈજ ઓળખાણ વગર ન્યૂયોર્ક આવ્યો છે. હાથમાં એક બેગ, માઉથઓર્ગન,  ગિટાર અને દસ ડોલર લઇને.

પણ સંઘર્ષ ગાળો લાંબો નથી. બે મહિનામાં તે નાની નાની જગાઓએ માઉથ ઓર્ગન વગાડતો થઇ જાય છે. ડિલન દિવસોમાં નવા નવા ગાયકોને જુદી જગાએ સાંભળતો.  જે રીતે તેઓ ગાતા, વાજિંત્રો પકડતા, બોલતા, લોકો સાથે ભળતા, બધું તે તેજ મગજમાં નોંધે છે. રેડિયો અને સંગીતની દુકાનોમાં જઈ રેકર્ડ પણ ખૂબ સાંભળતો. કોઈ પણ ગીત એક કે વધુમાં વધુ બેજ વાર સાંભળતો અને તેના મનમાં છપાઈ જતું.  પોતાને ગમતું તે પોતાની  શૈલીમાં વણતો જતો. રોજેરોજના અનુભવોને  લખતો  જાય છે. ગીતોમાં, ડાયરી રૂપે , ગદ્ય  રૂપે, વાર્તા રૂપે.. જે સ્વરૂપ હાથ લાગ્યું તે.   ડિલન ભુખાળવો હતો, પૈસા, પ્રસિદ્દિનોતો ખરોજ પણ નવા નવા અનુભવોને લેવા,  ઝીલવા તે સતત તત્પર રહેતો. ડિલન શેક્સપિઅર, શેલી, કીટ્સ, વિલિયમ બ્લેક,  કિપલિંગ, બર્નાડ શૉ,  થોમસ માન, પર્લ બક, કામૂ, બોદલેર, હેમિંગ્વે  જે હાથમાં  આવે  તે  વાંચતો.  ફોકલોર સેન્ટરની લાયબ્રેરી તેનું થાણું હતું. ત્યાંજ તેને નવા મિત્રો, લોકગાયકો, કવિઓ  મળ્યા. ન્યૂયોર્કમાં તેના રહેવાનું કોઈ ચોક્કસ ઠેકાણું નહોતું, ડિલન એક નહી તો બીજા, ત્રીજા મિત્રોના ઘરે, સોફા પર, છજામાં, માળિયા પર, ભોંયરામાં સૂતો.  અને જ્યાં જતો ત્યાં બધાની લાયબ્રેરીનાં પુસ્તકો અને રેકર્ડ ખૂંદી વળતો. કોકના ઘરેથી ૫૦ તો કોકના ઘરેથી ૪૦૦ રેકર્ડની ચોરીઓ પણ થતી. ફરતું ફરતું આળ ડિલનના માથે આવતું. ડિલન પોતાની વાતોમાં મિત્રોને એવા ફસાવતો કે બધા એને માફ કરી દેતા. ક્યારેક તે પોતાને અનાથ કહેતો, ક્યારેક તે પોતે ન્યુમેક્સીકોથી આવેલો મજુર, કે કયારેક ન્યૂયોર્ક  ગુડ્સટ્રેનમાં આવ્યો,  ખાલી ખિસ્સે.  આવીજ વાતો વાતની સાબિતી છે કે તે અભિનેતા (પર્ફોર્મર)  હતો, સ્ટેજ પર અને સ્ટેજની નીચે પણ.

ડિલન શરૂઆતના  દિવસો યાદ કરતા કહે છે, ‘ન્યૂયોર્ક એક સપનું, અનેક સંસ્કૃતિનું  સંગમસ્થાન હતું. એક એવું સ્થાન જ્યાં શીખવા અને અનેક નવા લોકોને મળવાની, તેમની સફરમાં જોડાવાની જગા હતી. ગ્રીનવીચ ગામ તો ગાયકો, કવિઓ, કળાકારો, કર્મશીલો, સમાજની ધાર પર જીવતા લોકોનો મેળો હતો, ત્યાં અભિવ્યક્તિને, સંવાદને પૂરેપૂરો અવકાશ હતો.' રોજે રોજ નવા નવા મુદ્દા પર ચર્ચા થતી, ગીતો ગવાતા, નવાં બેન્ડ  ઊભાં થતાં, વિખેરાતાં, ફરી ઊભાં  થતાં. ગરીબી નાબૂદીની, નાગરિક અધિકારોની ચારેકોર વાતો થતી,  પ્રેસિડેન્ટ કૅનેડીના આગમન સાથે સુવર્ણકાળની પ્રતીક્ષા હતી. બધા વચ્ચે વાર્તાઓ કરવામાં ઉસ્તાદ ૨૦ વર્ષનો યુવાન ડિલન મક્કમ પગલે ઝડપથી ચાલતો રહ્યો. વુડી ગુથરી (અમેરિકન લોકગાયક) સમયના તેના ગુરુ હતા. ડિલન ન્યૂયોર્ક આવીને ત્રીજા દિવસે પોતાના ગુરુને શોધતો શોધતો ન્યૂજર્સીની હૉસ્પિટલમાં પહોંચે છે. ગુથરીના ખાટલા પાસે જઈ ડિલન તેમનાં પાંચ ગીતો સંભાળવતો આવે છે.  ગીત સાંભળતા ગુથરી માથું ધુણાવે છે, ડિલન માટે જિંદગીભરનું સંભારણું બની રહે છે. ગુથરીના બહેનને ડિલનમાં યુવાન ગુથરી દેખાય છે. તે લોકગીતો ગાતો, માઉથ ઓર્ગન વગાડતો, એના બોલવામાં, ચાલવામાં,  ગીતોમાં, પહેરવેશમાં ધીરે ધીરે ન્યૂયોર્ક આખામાં બધાને  વુડી ગુથરી દેખાતા. પાછળથી  ડિલને  પોતાના ગીતો પણ ગાવાના શરૂ કર્યા. તેનાં ગીતો વ્યવસાયિક નહોતા. ગાવાની શૈલી ઉભરતા ગાયકોમાં સૌથી જુદી, સાદી, નિર્દોષતાથી ભરપૂર હતી, તે થોડુંક નાકમાંથી એકી શ્વાસે ગાઈ  લેતો, વચ્ચે વચ્ચે માઉથઓર્ગનના થોડાક ટુકડાઓ વગાડતો, પ્રેક્ષકોના સંગીતના પૂર્વવત ખ્યાલોને ભાંગીને ભૂકો કરતો. તેના કરતા સારા ગાયકો અને કવિઓ સમકાલીન  સમયમાં  હતા પણ ગાવું, વગાડવું અને ગીતો લખવા ત્રણેય પર બહુ ઓછાને સરખું પ્રભુત્વ હતું.  તે તેના શરૂઆતના વર્ષોમાં નાની બાર રેસ્ટોરાંમાં  ગાવા- વગાડવાના કામ મેળવવામાં મદદરૂપ બને છે. અને તેનું વાજું સાંભળવા, તેને માઉથઓર્ગન  વગાડતા જોવા પણ ઘણા લોકો આવતા. તે માઉથઓર્ગન વગાડવા માટે ગરદન પર સ્ટેન્ડ પહેરતો, એને જોવો પણ એક લ્હાવો હતો. કોમેડિયન અને ટ્રેજેડીયન બંને હતો. એની અભિવ્યક્તિ માં હાસ્ય અને કરુણ બંનેના અંશો જોવા મળે છે.  તેની આંખોમાં, અવાજમાં લોકો તેનાં આવેશ, જોશ અને પ્રતિબદ્ધતા જોઈ શકતા.

ડિલન પોતાની  'ક્રોનિકલ્સ' નામની સંસ્મરણમાં નોંધે છે,  મેં  ખાલી ગાડી ખાસ્સા સમય સુધી ખેંચે રાખી, હવે હું તેને ભરવાનો છું, હવે તેને ખેંચવામાં વધુ જોર લગાવવું પડશે  ગીતો વિષે વાત કરતાં તે લખે છે, ‘મને  ક્યારે ગીતો લખવાનો ઝબકારો થયો કહી શકાય.  અચાનક હું  લોકગીત કે તેના જેવું  હું ક્યારેય લખી શકત.  જગતને જોયા, સમજ્યા અને અનુભવ્યા પછી ધીરે ધીરે તેને મારા  શબ્દોમાં ઊતારવાનો પ્રયત્ન કર્યો. કામ બહુ ધીરે થાય. એક દિવસ સવારે ઊઠીને તમે લખવા નથી બેસી જતા. આગળ થયું નથી એવું કામ  કરવા માટેની તક સતત આવતી રહી, બસ તેને   ઝડપવાની મથામણ કયારેક ગીત રૂપી ઊતરી આવે'  પોલ ઝોલોના પુસ્તક 'સોન્ગ રાઈટર્સ ઑન સોન્ગ રાઇટિંગ'માં ડિલન કહે છે, ‘મારાં  સૌથી સારાં, ગમતાં ગીતો બહુ ઝડપથી લખાયાં છે, બસ કાગળ પર ઊતારતા જેટલો સમય થયો  એટલો સમય. પણ તેને માટે અજાગ્રત મનની ચાવી તમારા હાથમાં હોવી ઘટે.  ગીત લખવાનું વાતાવરણ મારા માટે ખૂબ અગત્યનું છે. મારી અંદરનું જગત પણ તેમાં બહાર આવવું જોઈએ.’ પોતાનાં ગીતો વિષે મુલાકાતમાં કવિ કહે છે, ‘મારાં ગીતો સપનાં નથી, તેનો સ્વભાવ પ્રતિક્રિયાત્મક રહ્યો છે, મને જયારે ખરેખર જરૂર હતી ત્યારે તે પ્રગટ્યાં. ગીતો લખવા માટે હંમેશા અંધાધૂંધીની સ્થિતિમાં હોવું જરૂરી નથી. પણ સર્જક તરીકે તમે તે સ્થિતિની બહાર હોવા જોઈએ. સમાજે તમને એક યા બીજી રીતે નકાર્યા હોય છે, ત્યારે અનુભવીને ગીતો લખાય પણ જે   સ્થિતિમાંથી બહાર નથી નીકળી શકતો તેને માટે તો સર્જનની કલ્પના કરવી પણ મુશ્કેલ.’

માર્ટિન સ્કોરસેસીની ડિલન પરની દસ્તાવેજી ફિલ્મ 'નો ડિરેક્શન હોમ'માં  ડિલન કહે છે, ‘હું લોકસંગીત તરફ ઢળ્યો તેનું કારણ લોકસંગીત મને જે આપી રહ્યું હતું અને મારા જીવન પ્રત્યેના અભિગમમાં ખાસ્સું સામ્ય હતું  પણ લોકગીતસંગીત એટલે? અમેરિકન લોકસંગીત એટલે એક મોટું વટવૃક્ષ જેમાં પરંપરાગત સંગીત, લોકસંગીત, રૂટ્સસંગીત પણ આવે. મહત્વના લોકગાયક માઈક સિગર  કહે છે, ‘અમેરિકન લોકસંગીત તિરાડોને જોડવાનું કામ કરે છે.’ તિરાડો કઈ? વતન છોડ્યાની, ઔદ્યોગિક ક્રાંતિ પછી આવેલ મહામંદીની, ગરીબીની, વિશ્વયુદ્ધોની ખુવારીની બધી  અનેક તિરાડો સાથે લોકો જીવતા, પણ બધાં વચ્ચે પણ પાંગરતા પ્રેમના, આશાના, શાંતિના, મજૂરોના, શ્રમના ગીતો તિરાડોમાં કૂંપળ ઉગાડવાનું કામ કરે છે. અમેરિકન લોકગીતો અને ભારતીય લોકગીતોમાં સમાનતા ખાસ્સી બંનેના શબ્દો સરળ, વેધક અને યાદ રહી જાય એવા. અને સંગીતમાં દસબાર વાજિન્તરોની  રમઝટ નહીં, ક્યાંક એકતારો  વાગતો હોય, તો ક્યાંક   ગિટાર, ક્યાંક માઉથઓર્ગન,  ક્યાંક મંજીરા. બસ બે ચાર વાજિંત્રોથી સંગીત રચાય.  અને સોંસરવું પહોંચે.  પંજાબમાં ડિલનના સમયમાં દલિત ગાયક અમરસિંગ ચમકીલા આઝાદીના, દલિતો, ત્યક્ત સમાજની સમસ્યાના ગીતો લખીને, ગાઈને ગામેગામ ફરતો. ૧૯૮૦ની આસપાસ તે ખાસ્સો પ્રસિદ્ધિ પામે છે, પણ ડિલન જેટલો નહીં. ભારતમાં ઉત્તર હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીતની જે પરંપરા  ઉભી થઇ તેમાં સ્વરને વધુ મહત્વ અપાયું શબ્દ કરતાં. જ્યાં સ્વર અને શબ્દ બંનેનો મહિમા થયો ફિલ્મ સંગીત, સુગમ સંગીત, ગઝલ તરીકે સ્વીકાર પામ્યું. આપણે ત્યાં મૉટે ભાગે ગાયક અને કવિ અલગ. ગાયક અને કવિ એક હોય એવી પરંપરા વિકસી નહિ. રશિયામાં ડિલનના સમયમાં વ્લાદિમીર સેમોનીવિચ વયોસ્તસકી (૧૯૩૮-૧૯૮૦) પોતાની આગવી ગાન શૈલી  અને રાજકીય-સામાજિક ટીકા કરતા ગીતોથી ખૂબ પોંખાયો. આયર્લેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી કામ બ્યોર્ક અને બીજા કેટલાક ગાયક કવિઓ કરતા આવ્યા છે. અને નાયજીરિયન ગાયિકા-કવિ આસાએ  છેલ્લા દસ-બાર  વર્ષથી  પોતાના ગીતોમાં આંતરિક યુધ્ધો, છેવાડાના માણસના સંઘર્ષની, સૈનિકોની  વાતો કરતી આવી છે. આવતા વર્ષોમાં આપણે ત્યાં પણ સ્થિતિ બદલાય, ફુકાય પવન પરિવર્તનનો, કારણ સમય બદલાઈ રહ્યો છે.

***

એપ્રિલ, ૧૯૬૧ ગીરદેસ ફોકસિટી ક્લ્બમાં ડિલનનો પહેલો મહત્વનોશૉ.  ન્યૂયોર્ક આવ્યાના ચાર મહિનામાં ગીરદેસ ક્લબ સુધી પહોંચવું, શો કરવો એક મોટી પ્રાપ્તિ. શો દરમ્યાન ૨૦ વર્ષનો યુવાન આત્મવિશ્વાસથી, વુડી ગુથરીના અને પાછળથી થોડાક પોતાના ગીતો રજૂ કરી બધાને અચંબિત કરે છે. તેની આંખોમાં અવાજ પરની પકડ, તલ્લીનતા, સહજતા, સૂરને રમાડવાની રીત, જૂની ધૂનોને પોતાના અંદાઝમાં મૂકી આપવી,  બધામાં સંગીત પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાય છે. પ્રેક્ષકો પર ભૂરકી છાંટી તે ન્યૂયોર્કની  ગલીઓમાં, સંગીતની નાનીમોટી મહેફિલમાં ફરતો રહ્યો, ગાતો રહ્યો.  સપ્ટેમ્બર ૧૯૬૧, આજ ક્લ્બમાં  ન્યૂયોર્ક ફોલ્ક સેંટરના લોકસંગીત ઉત્સવમાં તેને ગાવાનું  આમંત્રણ મળ્યું. સાંભળવા ન્યૂયોર્કના ભલભલા ખેરખાંઓ, કલાકારો, પત્રકારો આવ્યા હતા. એમાના ઘણા તો છોકરડાને સાભળવા આવ્યા હતા. એમના એક તે ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકાર રોબર્ટ શેલ્ટન. ન્યૂયોર્ક  ટાઈમ્સ અખબારમાં પહેલીવાર ડિલન પર એક લેખ ચાર કોલમમાં ફોટા સાથે છપાય છે, જે ડિલનની કારકિર્દીને વળાંક આપવાનું કામ કરે છે. લેખનું શીર્ષક છે - "૨૦ વર્ષનો ગાયકગીરદેસ કલ્બમાં નવો ચહેરો" રોબર્ટ શેલ્ટન લખે છે,
ડિલનનો અવાજ કંઈ પણ છે, પરંતુ ફક્ત કર્ણપ્રિય તો નથી . સભાનપણે  એના આંગણામાં બેઠો બેઠો દક્ષિણી ખેતમજૂરોના હાથની અણઘડ સુંદરતાને રાગના ચિતવનમાં ઝીલવાની મથામણ કર્યા કરે છે. એની કળાની ગંભીરતામાં ડિલન જાણે કે ધીમી ગતિની ફિલ્મમાં પ્રદર્શન કરતો હોય તેવો લાગે. લચીલા શબ્દસમૂહો એવી રીતે દોરતો જાય કે તમે એમ માની લો કે ચિત્ર નહીં પણ તસ્વીર છે. શબ્દો કે મનોભાવો શોધવા ફાંફા મારતો હોય એમ તેનું માથું અને શરીર આખું ધુણવા માંડે, પછી જાણે કે દિવાસ્વપ્ન જોતો હોય એમ આંખો બંધ થઇ જાય. સઘળા તણાવનું નિરાકરણ વળી   ત્યારે લાવે જયારે એણે જોઈતા શબ્દો કે મનોભાવ શોધી કાઢ્યા હોય.’

આવો અદભુત રિવ્યૂ  કોલંબિયા રેકોર્ડસના હીરાપારખું મેનેજર જ્હોન હેમોન્ડે વાંચ્યો,  તેણે ત્રીજા    દિવસે ડિલનને   માઉથ ઓર્ગન વગાડતા કેરોલીન હેસ્તરના રેકોર્ડિંગ સેશનમાં જોયો અને ત્યાંજ પહેલી રેકડૅ  માટે સાઈન કર્યો.  જ્યાં સુધી રેકોર્ડિંગ થયું  નહિ ત્યાં સુધી ડિલન કોઈને કોન્ટ્રાક્ટ વિષે કહેતો નથી.  ૧૯૬૨માંબોબ ડિલન' નામથી પહેલી રેકડૅ આવે છે,  રેકડૅ ડિલનના હાથમાં આવતા તે દુઃખી થઇ જાય છે.   તેને લાગે છે તેણે ખોટા ગીતો ગાવા માટે પસંદ કર્યાં, તેને ફરીથી રેકોર્ડિંગ  કરવું હતું, પણ એવું તો ક્યાંથી થાય.  ગ્રીનવિચ ગામમાં રેકડૅ પહોંચતા ડિલન છવાય છે. ન્યુયોર્કમાં  વીજળીવેગે ખબર ફેલાય છે.  ડિલનને ન્યુયોર્કેમાં પહેલો બ્રેક પોતે આપ્યો છે એવા નહીં નહીં તોય સોએક લોકો મળી આવે બધા કોલર ઊંચા કરી ચાલે , તો   ઘણા લોકો ઈર્ષ્યાથી બળી મરે છે.  ડિલન કોઈની પરવા કર્યા  વગર સતત ગાતો રહ્યો, લખતો રહ્યો.  તેથીજ વર્ષો પછી મને, આપણને  મળ્યો.

*
આખું અમદાવાદ સળગી રહ્યું હતું. વાત છે, માર્ચ, ૨૦૦૨ની.  હું અને મિત્ર સિદ્ધાર્થ સાઈકલ પર ગોઝારા અમદાવાદની સફરે નીકળીએ છીએ. એક પેડલ પરથી બીજા પેડલ સુધી પહોંચતા નવાં નવાં સત્યો સમજાયાં, આદિમાનવો દેખાય, કશુંજ કરી શકવાની લાચારી  બળવત્તર થતી ગઈ. ત્યારે અમારી ઉમર હતી ૨૧  વર્ષ. તે દિવસોમાં જયારે મગજ ચકરાવે હતું ત્યારે મિત્ર વિનોદ (જેણે મુખપૃષ્ઠ ડિઝાઈન કર્યું છે તે )  અમને એક ગીત સંભળાવે છે. ગીત છે, ડિલનનું  બ્લોવિન્ગ ઈન વિન્ડ”, ડિલને ગીતવિલેજ કાફે' માં ૧૯૬૨માં લખ્યું ત્યારે તેની પણ ઉંમર હતી ૨૧ વર્ષ. પહેલી વાર   ગીત સાંભળતા આંખમાંથી આસું ટપક્યા, ને સાથે સપના પણ દેખાયાં. ગીત અમન-શાંતિ,  ન્યાય,  કેટલીય વાત કરે છે. દરેક વંચિતને દલિતને ગીત પોતાનું લાગ્યું હતું અને હજી લાગે છે.  લખાયાના ૪૦ વર્ષ પછી તે પહેલી વાર મેં સાંભળ્યુંતું, તે ત્યારે પણ  સ્પર્શ્યું  હતું અને આજે પણ. ચાલો ગીત પાસે, પવન જેની પાસે બધા જવાબ છે, 

Blowing in the Wind (1962)


How many roads must a man walk down
Before you call him a man
How many seas must a white dove sail
Before she sleeps in the sand
Yes, 'n' how many times must the cannon balls fly
Before they're forever banned
The answer, my friend, is blowin' in the wind
The answer is blowin' in the wind
Yes, 'n' how many years can a mountain exist
Before it's washed to the sea
Yes, 'n' how many years can some people exist
Before they're allowed to be free
Yes, 'n' how many times can a man turn his head
And pretend that he just doesn't see
The answer, my friend, is blowin' in the wind
The answer is blowin' in the wind
Yes, 'n' how many times must a man look up
Before he can see the sky
Yes, 'n' how many ears must one man have
Before he can hear people cry
Yes, 'n' how many deaths will it take till he knows
That too many people have died
The answer, my friend, is blowin' in the wind
The answer is blowin' in the wind

ફૂંકાઈ રહ્યો છે પવનમાં

કેટલા રસ્તે માણસે ચાલવું  પડે,
માનવ બનતા પહેલાં,
કેટલા દરિયા પંખીએ પાર કરવા પડે,
ધરાએ  ઊતરતાં પહેલાં,
ક્યાં સુધી ફેંકાતા રહેશે તોપ ગોળા,
કાયમી પ્રતિબંધિત થતા પહેલા
જવાબ મારા દોસ્ત ફૂંકાઈ રહ્યો છે પવનમાં,
જવાબ ફૂંકાઈ રહ્યો છે પવનમાં.

કેટલા વર્ષો સુધી મેરુ ટકી શકે,
સાગરમાં ગરક થતા પહેલા,
હા, કેટલાં વર્ષો સુઘી લોકો ટકી શકે,
મુક્તિની મંજૂરી મળતાં પહેલાં,
ક્યાં સુધી ફેરવી લેશે માથું તું આમતેમ
બતાવવા કે નથી જોયું જાણે કશું એમ
જવાબ મારા દોસ્ત ફૂંકાઈ રહ્યો છે પવનમાં ,
જવાબ ફૂંકાઈ રહ્યો છે પવનમાં

ક્યાં સુધી માણસે જોવું પડશે ઊંચે
કે ખરેખર જોઈ શકે ગગન
કે કેટલા કાનની પડશે એને જરૂર
કે સાંભળી શકે રુદન
કેટલા જશે ખપી ત્યારે સમજશે
કે તો મૃત્યુનું છે હવન
જવાબ મારા દોસ્ત ફૂંકાઈ રહ્યો છે પવનમાં,
જવાબ ફૂંકાઈ રહ્યો છે પવનમાં
(૧૯૬૨)

રચના ૭૦ના દાયકાની આંતરિક અધિકાર ચળવળનું  યુગગીત,  યુદ્ધ વિરોધી ગીત બને છે. ગીત એટલા માટે વધુ વ્યાપક બન્યું કારણ કે તે સરળ, વેધક  અને ઓપન એન્ડેડ  છે.  તેથીજ તે  સમયના સ્થળકાળના પરિમાણોને ઓળંગી શક્યું છે. અનેક રીતે તેનો અર્થવિસ્તાર થઇ શકે. આપણે આદિવાસીઓને દલિતોને, વંચિતોને માણસ ગણીએ  છીએ ખરા? હા તો ક્યારથી? કેટલા વર્ષોના વહાણાં વાઈ ગયા? , શું આજે નિરાશ્રિતો, શણરાર્થીઓનું રુદન સાંભળી શકીએ છીએ? આટલાં યુદ્ધોથી થતી પાયમાલી, જાનહાનિ છતાં હજી કેટલા યુદ્ધો કરવાના બાકી છે?  આખી કવિતા પ્રશ્નાત્મક છે, જવાબ બસ આપણે શોધવાનો છે. કવિતા લખાયાને પચાસ વર્ષ વીતી ગયા,  ટ્રમ્પ, પુટીન, મોદીના, અભિવ્યક્તિ પર તરાપના, નિરાશ્રિત સંકટના સમયમાં કવિતા વધુ સમકાલીન લાગે છે.  ગીતથી બોબ ડિલનનો  વિરોધગીતો લખવાનો તબક્કો શરૂ થાય છે.  પણ ડિલન સજાગ હતો, તેક્રોનિકલ્સ' માં લખે છે, ‘વિરોધગીતો લખવા અઘરાં છે. તેમાં એક પરિમાણીય અને ઉપદેશાત્મક થવાની બહુ શક્યતા રહેલી હોય છે. તમારે ભાવકને બાજુ બતાવવાની  હોય છે જે હજી તેમનાથી અજાણ હોય.’ (પૃ. ૩૮). તેથી તે પોતાનાં  ગીતોને વિરોધગીતો કે ઘટનાગીતો તરીકે ઓળખાવવાની ચોખ્ખી ના પાડે છે.
૧૯૬૪નું હવામાન બદલાવનું હતુ.  તેનું બીજુ  એક ગીત જોઈએ જે  નાગરિક અધિકાર ચળવળ માટેનું, બદલાતી હવાનું, રાજકીય- સાંસ્કૃતિક ગીત છે. ડિલને પ્રેસિડન્ટ કેનેડી મર્યા તે રાતે પહેલીવાર ગીત ગાયું હતું છતાં હજી ગીત દરેક બદલાતી હવાના મશાલચીઓનું માનીતું બની રહ્યું છે.  તેની ધૂન આઇરિશ અને સ્કોટીશ  બલાડથી પ્રભાવિત છે.

Times they are a-changing (1964)


Come gather around people
Wherever you roam
And admit that the waters
Around you have grown
And accept it that soon
You'll be drenched to the bone
And if your breath to you is worth saving
Then you better start swimming or you'll sink like a stone
For the times they are a-changing
Come writers and critics
Who prophesize with your pen
And keep your eyes wide
The chance won't come again
And don't speak too soon
For the wheel's still in spin
And there's no telling who that it's naming
For the loser now will be later to win
Cause the times they are a-changing
Come senators, congressmen
Please heed the call
Don't stand in the doorway
Don't block up the hall
For he that gets hurt
Will be he who has stalled
There's the battle outside raging
It'll soon shake your windows and rattle your walls
For the times they are a-changing
Come mothers and fathers
Throughout the land
And don't criticize
What you can't understand
Your sons and your daughters
Are beyond your command
Your old road is rapidly aging
Please get out of the new one if you can't lend your hand
Cause the times they are a-changing
The line it is drawn
The curse it is cast
The slowest now
Will later be fast
As the present now
Will later be past
The order is rapidly fading
And the first one now will later be last
Cause the times they are a-changing

આવો, સૌ લોકો ભેળાં મળીયે (૧૯૬૪)

જ્યાં કંઈ પણ તમે હોવ
અને માની લઈએ કે હવે
પહોંચી ગયું છે પાણી માથા સુધી બો'
કે કરીએ સ્વીકાર કે ભીંજાય જશો તમે હાડસોંસરવા
જો સમય તમારો છે તમારા માટે મોંઘેરો
તો લાગી પડો તમે તરવા
નહીંતર ડૂબી જશો પથ્થરની જેમ વહેણમાં
કે બદલાઈ રહ્યો છે સમય, નથી તમારા કહેણમાં

આવો સૌ લેખકો ને  વિવેચકો
તમે ભાખો છો ભાવિ કલમમાં
કે ખુલ્લી રાખજો તમારી આંખ
કે નહિ મળે ફરી તક જનમમાં
અને બોલતા નહિ કંઈ પણ ઉતાવળે ભૂલી ભાન
કે હજી પણ કાલચક્ર છે ગતિમાન
નહીં કહેવાય અત્યારે કે કોના નામનું તીર છે કમાનમાં
કે જે હારેલા છે અત્યારે જીતી જશે બાજી મેદાનમાં
કે બદલાઈ રહ્યો છે સમય નથી તમારા કહેણમાં

આવો વિધાયકો અને સાંસદો
ને ધ્યાન આપશો સાદમાં
ઊભા રહો અધવચ્ચે
કે રોકાઈ રહો વાદમાં
કે પડશે જોરદાર એને જે છે અવરોધમાં
કે વધી રહી છે લડાઈ ને વધી રહ્યો છે વેગ વિરોધમાં
કંપી ઉઠશે બારી બારણાંને ધ્રુજી ઊઠશે દીવાલો તાણમાં
કે બદલાઈ રહ્યો છે સમય નથી તમારા કહેણમાં

આવો માતાપિતા આવો દુનિયાભરનાં
જે સમજી શકતા નથી તમે એની કરો વિવેચના
તમારા દીકરાઓ અને દીકરીઓ
તમારા આદેશથી છે બેહદ
કે તમારો રસ્તો છે જૂનો એની આવી ગઈ છે સરહદ
કે બદલી નાખો રસ્તો જો તરી ના શકો નવા વહેણમાં
કે બદલાઈ રહ્યો છે સમય નથી તમારા કહેણમાં

ઓળંગી દીધી છે રેખા
કે શ્રમના થઇ ગયા છે લેખાજોખા
કે જે છે આજે નબળા
બની જશે કાલે સબળા
જે છે વર્તમાનકાળ
તે થઈ જશે કાલે ભૂતકાળ
કે ફટાફટ બદલાઈ રહ્યો છે ક્રમ
જે છે પછાડી તે હશે અગાડી સમયના વહેણમાં
કે બદલાઈ રહ્યો છે સમય નથી તમારા ક્હેણમાં
(૧૯૬૪)

ડિલનની આંતરિક આબોહવા પણ બદલાઈ રહી હતી. તે ધીરે ધીરે વિરોધગીતોથી દૂર થઇ રહ્યો હતો, તેને ફ્રેન્ચ કવિતાનો પ્રતીકવાદ ગમવા લાગ્યો હતો, આર્થર રિમ્બાઉન્ડ અને બોદલેરમાં તેને મઝા પાડવા માંડી  હતી.

Chimes of Freedom (1964)

Far between sundown's finish an' midnight's broken toll
We ducked inside the doorway, thunder crashing
As majestic bells of bolts struck shadows in the sounds
Seeming to be the chimes of freedom flashing
Flashing for the warriors whose strength is not to fight
Flashing for the refugees on the unarmed road of flight
An' for each an' ev'ry underdog soldier in the night
An' we gazed upon the chimes of freedom flashing

આઝાદીની રણકાર

આથમતા સૂરજ અને મધરાતની તૂટતી
કડીઓથી ખાસ્સે દૂર અધવચ્ચે
અમે લપાઈ ગયા દરવાજામાં તડામાર
ને થયો વીજળીનો ચમકાર
અવાજોમાં પડછાયા પરોવે વીજળીનો ધબકાર
જાણે આઝાદીના રણકારનો ચમકાર

ચમકાર યોદ્ધાઓ માટે
જેમની તાકાત છે નહિ કરવામાં કોઈ તંત
ચમકાર નિરાશ્રિતો માટે
બિન હથિયારધારી જેમણે કાપવાનો છે પંથ
ઉપેક્ષિત દરેક સૈનિક જેને ઘેરી વળ્યો છે અંધકાર
નજરે ચડે છે આઝાદીના રણકારનો ચમકાર
( ૧૯૬૪)

કઈ આઝાદીની  વાત છે? તેના રણકાર  સાચે સાચા શ્વાસમાં, શબ્દોમાં, અભિવ્યક્તિમાં અનુભવો છો? ગાંધીની આઝાદી છે, માર્ટિન લ્યુથર કિંગની, મેધા પાટકરની કે કનૈયાની આઝાદી છે? કે તેનાથી પણ કોક ઉપરવટ આઝાદીની વાત છે? શું રાજા અશોકને હથિયારો હેઠા મૂક્યા પછી આવી કોઈ આઝાદીનો રણકાર સંભળાયો હશે? જવાબ મારા દોસ્ત,  પવનમાં નથી પણ આપણાંમાં છે, ચાલો શોધી કાઢીએ.

માણસ કોઈ ચોકઠામાં બંધાવા માંગતો નથી. તેના ઘણાં ગીતો અમેરિકન રેડિયો પર જયારે માંડ ત્રણ-ચાર મિનિટના ગીતો આવતા હતા ત્યારે તેના  - સાત મિનિટના રહેતા. દરેક ગીતની  લાંબી ટૂંકી ઘણી આવૃત્તિઓ બનતી, જુદી જુદી મહેફિલોમાં એક ગીતમાં તે નવું નવું ઉમેરતો, તત્કાલ ફેરફારો કરતો રહેતો. ગીતને સતત મઠારવાનું કામ સતત  ચાલુ રાખતો.  સતત તે પોતાની જાતની શોધ કરતો રહ્યો,  અવનવા અખતરા કરતો રહ્યો, જુના ગીતોને,  ધુનોને પુનર્જીવિત કરતો રહ્યો છે. પોતાના સંગીતને બદલતો રહ્યો, સતત જગતને નવું આપતો રહ્યો અને હજી પણ આપતો રહે છે. પહેલા તે લોકગાયક તરીકે ઓળખાય અને વિરોધગીતો ગાવા પર ચડે. પછી તે ફોકરૉકની શરૂઆત કરે, આવો એક અખતરો ૧૯૬૫માં  ન્યૂપોર્ટ જલસામાં કરે છે. ન્યૂપોર્ટ સંગીત જલસામાં લોકસંગીતના ઇતિહાસમાં તે પહેલીવાર એક ઈલેકટ્રીક બેન્ડ સાથે સ્ટેજ પર ઊતરે છે ને  માત્ર  ત્રણજ ગીતો ગાય છે.  તેનો જબરજસ્ત હુરિયો બોલાવાય છે. આખો ઉત્સવ અમેરિકન લોકગીતોનો છે અને તેમાં રોકસંગીતની, ઈલેકટ્રીક સંગીતના  પગપેસારાથી આયોજકો, પ્રેક્ષકો બધાજ ધુંવાપુવા થાય છે, મોટો આંચકો લાગે છે. પ્રસિદ્ધ લોકગાયક પિટ સિગર ગુસ્સે ભરાઈને સ્પીકરના વાયર કાપવા લાગી પડે છે. બધાને લાગે છે ડિલન બદલાઈ ગયો છે, સફળતા તેને ચડી વાગી છે, પણ સાચી વાત તો છે કે ડિલન સતત બદલાતો રહ્યો છે, તેના આજ કારનામાથી ફોક-રોક   નામની સંગીતની નવીધારા વિકસી. કારનામામાં તેણે ગાયેલા ગીતો.

મેગીનું ખેતર

હું મેગીના ખેતરમાં કામ કરવાનો
ના , હવે  મેગી ના ખેતરમાં કામ કરવાનો

મેગીનું ખેતર એટલે લોકગીત એવો એક અર્થ પણ લોકોએ કર્યો.  ગીતમાં વર્ગ અને કામદાર વેતન માટેની લડતની પણ વાત છે.
બીજું ગીત તે રોલિંગસ્ટોન. જે સમય જતાં અમેરિકન લોકસંગીતનેરોક' વળાંક આપનાર મહત્વનું ગીત બન્યું.

Like a Rolling Stone  (1965)


When you ain't got nothing, you got nothing to lose
You're invisible now, you've got no secrets to conceal
How does it feel, ah how does it feel?
To be on your own, with no direction home
Like a complete unknown, like a rolling stone

જાણે ગબડતો પાણો

જો પામ્યા નથી તમે કઈ
તો ખોવાનું પણ કશુંજ નથી
છો ઓઝલ તમે હવે
ને સંતાડવા કોઈ રહસ્ય નથી
તો કેવું લાગે બોલો કેવું લાગે?
તમે તમારા બેલી ને ઘરબાર ના  કોઈ જાણો
જાણે સાવ અજાણ્યો કોક,
જાણે ગબડતો પા'ણો
(૧૯૬૫)

શબ્દો  કેટલી બધી અર્થછાયાઓ લઈને આવે છે! શબ્દો પ્રસ્થાપિત લોકગાયક નવી કેડી કંડારતો  હોય ત્યારે ઘણું વધુ કહી જાય છે.  જયારે તમારી પાસે કશું નથી, ત્યારે તમે નવા સાહસો કરી શકો છો. તમારે જાતે કેડી કંડારવાની છે.   ૨૪ વર્ષના ડિલન માટે રોકબેન્ડ સાથે લોકગીતોના ઉત્સવમાં ગાવું કેડી કંડારવા જેવું કામ હતું.  પડતો પથ્થર એને ક્યાં દિશા, મંઝીલ જેવું હોય છે? શબ્દોમાં પ્રવાસી મજૂરની  વ્યથા વ્યક્ત થઇ છે. સાથે પુંજીપતિની પણ  હાંસી ઉડાવાઈ છે.   પ્રખ્યાત રોકગાયક બ્રુસ સ્પ્રિન્ગસ્ટને  ગીત માટે કહ્યું કે, ‘રોલિંગસ્ટોન ગીત સાંભળીને એવું લાગતું કે કોઈકે  મનનો દરવાજો લાત મારીને ખોલી  નાખ્યો   હોય.’

ડિલને પ્રેમના અનેક રૂપના  અઢળક  ગીતો લખ્યાં છે. પ્રેમના ગીતો એક કહેતાં હજાર મળશે એવી  મારી ગુજરાતી ભાષાના  ગીતોથી ડિલનના ગીતો  શી રીતે જુદા પડે છે તે તો તેને સાંભળતાજ ખ્યાલ આવશે. ભાવક તરીકે  તેને સાંભળતા આપણા  જૂના - નવા પ્રેમીઓ, ખરજવાઓ યાદ આવે તો નવાઈ. ડિલન ૧૪ જેટલા જાહેર થયેલા પ્રેમસંબંધોમાં ડૂબ્યો, તર્યો, ને કિનારે પાછો આવ્યો ને ઉપરથી ત્રણ લગ્ન કરયાં અને છૂટો પડ્યો. બધું એક   જીવનકાળમાં. ભારે કરી.  તેનાઆધેઅધૂરે' પ્રેમ અને  પ્રેમિકાઓ માટે એક નવો લેખ કરવો પડે,  તેનું શીર્ષક નક્કી કરી રાખ્યું છે, ‘ડિલન અને તેની ડાર્લિન્ગસ’.   તેને પોતાની  કથામાંથી , જીવનમાંથી કાચો માલ મળી રહે છે. તે કાચા માલને ગીતમાં ગાવાનું, પકવવાનું એને માટે ક્યાં નવું છે?

Tomorrow  is  long  Time 1962


If today was not a crooked highway
If tonight was not a crooked trail
If tomorrow wasn't such a long time
Then lonesome would mean nothing to you at all
Yes and only if my own true love was waitin'
And if I could hear her heart a-softly poundin'
Yes, only if she was lyin' by me
Then I'd lie in my bed once again

કાલને હજી બહુ વાર છે

આજ નથી કુટિલ રસ્તો જો
આજ રાત ના હોય કુટિલ કેડી જો
કાલ ના   હોય કેટલોય લામ્બો સમય જો
ના હોય તમારે એકલતાનો મતલબ તો

અને હા રાહ જોતી હોય મારી સાચી ચાહત તો
અને સાંભળી શકું એના હૃદયનો કૂણો  ધબકાર તો  
અને જો સૂતી હોય મારી બાજુમાં તો
જઉં ફરી મારી પથારીમાં આડુ પડખું કરવા તો
(૧૯૬૨)

ડિલન ૧૯૬૨થી સતત જલસાઓ ના ભાગરૂપે વિશ્વભરમાં ફરતો રહ્યો, દ્રગ  અને દારૂના રવાડે ચડ્યો,  તે  પ્રવાસોથી, પ્રેસથી, ભીડથી સખત કંટાળ્યો  હતો અને ત્યાંજ તેને ૧૯૬૬માં મોટો મોટરસાઇકલ અકસ્માત નડે છે.  તેની ૫૦૦ સીસી ટ્રાયંમ્ફ મોટરસાયકલનો કચ્ચરઘાણ  વળી જાય છે. પણ તેને ક્યાં કેટલું વાગ્યું, કઈ હોસ્પિટલમાં ભરતી કરાયો તેની કોઈ જગાએ નોંધણી નથી, એમ્બ્યુલન્સ પણ બોલાવાઇ  નહોતી.  આખા અકસ્માતમાં શું સાચું ને શી વાર્તા  તે કોઈને ખબર નથી. પણ ડિલન તક ઝડપી લે છે. અને અંતર્ધાન થઇ જાય  છે. મીડિયા સાથેનો સંપર્ક નહિ, એક વર્ષ સુધી બધા રેકોર્ડિંગ બંધ, અને આઠ વર્ષ સુધી કોઈજ પ્રવાસ નહિ. તેના નજીકના લોકો સિવાય બહારના જગત સાથેનો નહિવત સંપર્ક.  તેને પૉપ, ફોક, રોક  સંગીતની ઉંદરદોડમાંથી, ડ્રગના વળગણમાંથી બહાર આવવા, પોતાની જાત સાથે વાત કરવા, પોતાના કુટુંબ સાથે રહેવા,  નવા ગીત લખવા માટે સમય કાઢી લે છે. ઘણા છાપાં, ચોપાનિયાંઓએતો તેની કારકિર્દી પતી ગઈ જાહેર પણ કરી દીધું.  ૧૯૬૭માં પોતાના ઘરના ભોંયતળિયામાં રેકોર્ડિંગ કરે છે. ફરીથી ગીતો - સંગીત  પાસે પહોંચે છે. હા, પણ હવે તેનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાયો છે.  અને સમય દરમિયાન ડિલન બાઇબલ વાંચતો થાય છે અને તેના ગીતોમાં ખ્રિસ્તી સંદર્ભો આવવાના શરુ થાય છે.  પણ અત્યારે ડિલનનો  સુવર્ણકાળ ઓસરી ગયો છે , હજી પણ  તેના જૂના સમયના ચમકારા સમાન ગીતો ક્યારેક તેના ખજાનામાંથી નીકળી આવે છે. હજી પરફોર્મર તરીકે તેનામાં ભરપૂર શક્તિ છે. વર્ષના સો જેટલા જાહેર સંગીતના કાર્યક્રમો કરે છે.

It's not dark yet (1997)


Shadows are falling and I been here all day
It's too hot to sleep and time is running away
Feel like my soul has turned into steel
I've still got the scars that the sun didn't let me heal
There's not even room enough to be anywhere
It's not dark yet, but it's getting there
Well my sense of humanity is going down the drain
Behind every beautiful thing, there's been some kind of pain
She wrote me a letter and she wrote it so kind
She put down in writin' what was in her mind
I just don't see why I should even care
It's not dark yet, but it's getting there
Sometimes my burden is more than I can bear
It's not dark yet, but it's getting there
I was born here and I'll die here, against my will
I know it looks like I'm movin' but I'm standin' still
Every nerve in my body is so naked and numb
I can't even remember what it was I came here to get away from
Don't even hear the murmur of a prayer
It's not dark yet, but it's getting there


નથી વ્યાપ્યો અંધકાર હજી

ઢળી રહ્યા છે પડછાયા જાણે
ને હું આખો દી અહીં જાગ્યો
ઉકળાટ એટલો કે નીદર આવે
ને સમય જાણે ઊભી પૂંછડીએ ભાગ્યો
આત્મા મારો થઇ ગયો છે લોઢું એવું લાગે
હજી નથી રુઝાવા દેતો ઘા સૂરજ તેવું લાગે
ખપ પૂરતી જગા નથી જવાને ક્યાંયે મારે
નથી વ્યાપ્યો અંધકાર હજી પણ છે એના આરે
ખાડે ગઈ છે સંવેદના માનવતાની મારી
હો જે કૈં પણ સુંદરતા એની પાછળ પીડા છે ભારી
એણે  મને કાગળ લખ્યો અને લખ્યો બહુ સારો
હતું જે કૈં એના મનમાં તેનો એમાં પાડી દીધો વારો
મને એય નથી સમજાતું કે શા માટે પડવું બધામાં મારે
નથી વ્યાપ્યો અંધકાર હજી પણ છે એના આરે
સહન થાય એટલો ભાર છે મારે
નથી વ્યાપ્યો અંધકાર હજી પણ છે એના આરે
મારી મરજી વિરુદ્ધ જન્મ્યો અહીં ને મરજી વિરુદ્ધ મરીશ અહીં
જાણું છું કે લાગે છે મારામાં હલચલ પણ હું સદાકાળ અડગ ઊભો અહીં
નસો સઘળી મારા શરીરની છે નગ્નને ઠંડીગાર
કે મને યાદ નથી હવે કોનાથી ભાગી આવ્યો'તો પાર
કે પડી હશે ક્યારે પ્રાર્થનાની ખુસપુસ કાને મારે
નથી વ્યાપ્યો અંધકાર હજી પણ છે એના આરે
(૧૯૯૭)

2009 માં કવિ કહે છે,


People are crazy and times are strange
I'm locked in tight, I'm out of range
I used to care, but things have changed

અજબ સમય છે ને લોક ગાંડુંતૂર
હું મુશ્કેટાટ પુરાયો છું, હું સીમાથી દૂર
રાખી'તી મેં કાળજી પણ બદલાઈ ગયું છે બધું જરૂર

ડિલને પોતાના  ગીતો માટે કહ્યું છે કે તે આપમેળે અહીં સુધી  પહોંચ્યા નથી, તેમણે  લાંબી મજલ કાપી છે. તેના  ગીતો પર  ઘણા કવિઓ, કલાકારો અને સંગીતકારોનો પ્રભાવ  છે, અને તેનું કલેવર ઘડવામાં દરેકનો કેવો મહત્વનો ફાળો છે તે  સ્વીકારે છે.  કન્ટ્રી અને પાશ્ચત્ય  સંગીત,  રૉક એન્ડ રૉલ સંગીત, લોકસંગીત, ગાયક-કવિઓ જેવાકે  ઓડેટા , વુડી ગુથરી, ચક બેરી, લિટલ રિચાર્ડ, અનેક કવિતા, સાહિત્ય, નાટક, ફિલ્મો  દરેકમાંથી ડીલને પોતાને ગમતું લીધું છે, તેને પોતાનું કર્યું છે અને પછી ગાયું છે. ‘ક્રૉનિકલ્સ' માં ડિલન  જર્મન નાટ્યકાર બ્રેખ્તના  પદ્યનાટકમેક   નાઇફ'ના ભરપૂર વખાણ કરે છે.  નાટકના  ગીતો ડિલનને પોતાના વતન ડૂલુથની,  બાળપણની યાદોમાં લઇ જાય છે.  અને પોતે ગીતોમાં શું નથી કરી શક્યો તેનો અફસોસ વ્યક્ત કરે છે.  તે નાટકના ગીતોની ધૂન પરથી ગીતો રચવા પણ જાય છે પણ નિષ્ફળ જાય છે તે સ્વીકારે છે.  એજ રીતે ડિલનના ગીતોથી  પ્રભાવિત ૬૦ના દાયકાથી લઈને આજ સુધી ચાર પેઢી  તૈયાર થઇ છે.  ઘણા  ડિલન જેવું  લખવા જાય છે, પણ નિષ્ફળ જાય છે. કારણ કોઈના જેવું લખાઈ તો જાય પણ એટલું ચોટદાર   નીવડે.  ગીતકાર, કલાકાર, ગાયક, પ્રેમીઓ , કર્મશીલો, કામદારો ,  અલગતાવાદીઓ  દરેકને ડિલન  જુદી જુદી રીતે અડે  છે, પ્રેરણા આપતો રહે છે.

ડિલને ગીતો ઉપરાંત ૧૯૬૬માં નવલકથા લખવાનુંય સાહસ કર્યું હતું. જે ૧૯૭૧માં તારંતુલા  નામે છપાઈ તેણે ચિત્રો પણ કર્યાં. પણ એની વાત વિગતે કરીએ તો ચાલે. એના ગીતો પરથી શોર્ટ ફિલ્મો પણ બનીછે. માર્કેટીંગના ભાગરૂપ  મ્યુઝિક વિડીયોની  પહેલ કરનારા સંગીતકારોમાં ડિલનનું નામ પણ મૂકવું પડે.  હોલીવુડ ના ઉત્તમ દિગ્દર્શક માર્ટિન સ્કોરસેસી સંગીતકારો ઉપરની બે ફિલ્મ કરી, તેમાંની  એક  ફિલ્મ  બોબ ડિલન પરનીનો ડીરેકશન હોમ’(૨૦૦૫),  દસ્તાવેજી ફિલ્મમાં ડિલન ખુબ ખીલ્યો છે. મજાથી એણે જુના દિવસો યાદ કર્યા છે.  અને ટોડ હેઇન્સનીઆઈ  એમ નોટ ધેઅર” (૨૦૦૭)  ફીચર ફિલ્મમાં ડિલનનો આખો જીવનકાળ પાંચ અદાકારોએ અભિનીત કર્યો છે. ફિલ્મ તેની ભાષા અને શૈલીને કારણે મઝા કરાવશે.  ડિલન પર અસંખ્ય પુસ્તકો લખાયાં છે.  પણ તેના સામગ્રી  અને ડિઝાઇન ને કારણે એક યાદ રહી જાય તેવું ૨૦૦૫માં આવેલું પુસ્તકછે   "સ્ક્રેપબુક- 1956-1966" તેમાં ડિલનના ગીતો તેના હસ્તાક્ષરમાં, જૂની ટિકિટો, કાર્ડબોર્ડ કટઆઉટ, સાથે દસવરસની જીવનકથા મુકાયા છે, આખું પુસ્તક અદભુત રીતે ડિઝાઇન થયું છે, પુસ્તક પ્રકાશકો અને ગ્રાફિક ડિઝાઈનર માટેના  સંદર્ભ પુસ્તકની ગરજ સારે એવું છે. ગુજરાતીમાં આવું પુસ્તક  ક્યારે?

ડિલને ક્રોનિકલ્સમાં લખ્યું છે, ‘જે રીતે પિકાસોએ  કળા જગતને  તોડયું  મરોડ્યું  અને ખૂલ્લું કરી મૂક્યું હતું ક્રાંતિકારી હતો. મારે પણ તેવા બનવું હતુ’.  ડિલન તેના ગીતો અને સંગીતથી તે કરે  પણ છે. અને સાહિત્ય ક્ષેત્રે નોબેલ  મળતાં  લોકો સ્વીકારવું રહ્યું કે ક્ષેત્રમાં પણ એનું પ્રદાન નોધનીય છે. ડિલનને નોબલ પારિતોષિક મળે છે વાત સ્વીકારતા એને પોતાનેય વાર લાગે છે. સ્વિડિશ એકેડેમીના સારા ડેનિસ કહે છે, "જો તમે ૫૦૦ વર્ષ પાછળ  જોશો તો તમને સાફો અને હોમર મળશે, તે લોકોએ  એવી કવિતા લખી છે. જે પરફોમ કરી શકાય એવુંજ ડિલન માટે  છે. તેણે અમેરિકન ગીત લેખનક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે. ‘ ચીલો એણે કવિતા અને સંગીતનો સંયોગ કરીને અને સમયની નસ પારખીને૬૦- ૭૦ ના દશકાઓમાં ચાતર્યો હતો, હમણાંના  તેના ગીતો માં એવી કોઈ નવીનતા નથી.  રીતે જોતા   પારિતોષિક ૪૦ વર્ષ  મોડું મળ્યું કહેવાય. દરેક પગલાંનો એક રાજકીય સંદર્ભ હોય  છે. જુદા ક્ષેત્રના નોબેલ લોરિયેટસની યાદી જોતા લાગશે કે નોબેલ કમિટીનો પણ પોતાનો  એક  રાજકીય સાંસ્કૃતિક અભિગમ છે. અને હોવો પણ જોઈએ ચારેકોર જમણેરી વિચારધારાનો જુવાળ છે, ત્યારે પારિતોષિક એક ટકોર કરી જાય છે.   

ડિલાન કેટલાય દિવસો સુધી પોતે પારિતોષિક સ્વીકારશે કે નહિ  એની અવઢવમાં છે અને લોકો ને મૂકે છે. પણ આખરે તે પારિતોષિક સ્વીકારે છે, તે પોતે સમારંભમાં જતો નથી. પોતાની પ્રતિનિધિ પેટી સ્મિથને મોકલે છે. ને સાથે ભાષણ પણ મોકલે છે,  તે ભાષણમાં કહે છે, "કોઈપણ ભાષામાં પુસ્તક, કવિતા, નાટક લખતો દુનિયાના ખુણે બેઠેલા સર્જકનુ પણ  બહુ ઊંડે ધરબાયેલું ખાનગી સપનું  હોય છે, કે પોતે નોબેલ પુરસ્કાર જીતે. મારું પણ સપનું હતું પણ મને ચાંદ પર પગ મૂકવા જેટલું અઘરું લાગતું  હતું. વર્ષોપર્યત મેં સતત ગીતો ગાયાં છે, શો કર્યા છે, મારી પાસે સમય નહોતો વિચારવાનો કે સાહિત્ય છે કે નહીં? પરંતુ ક્ષણે હું સ્વીડિશ એકેડેમીનો આભાર માનું છું કે તેમણે સમય કાઢીને પ્રશ્ન પર વિચાર્યું અને આખરે એક અદભુત જવાબ આપ્યો.” તે આગળ કહે છે કે "પરફોરમર તરીકે એણે ૫૦,૦૦૦ લોકોની સામે પર્ફોમ  કર્યું છે અને ૫૦ લોકોની સામે  પણ.  પરંતુ ૫૦ લોકો સામે પર્ફોમ કરવું અઘરું છે. ૫૦,૦૦૦ લોકોનું  એક વ્યક્તિત્વ હોય છે. પરુંતુ ૫૦ લોકો માટે કહી શકાય. ૫૦ લોકોના પ્રેક્ષકગણમાં  દરેકનું પોતાનું અલગ વ્યક્તિત્વ  હોય છે, તે દરેકને પોતાનું એક અલગ વિશ્વ હોય છે. તમારી કળાની, અને પ્રામાણિકતાની ખરાઈ તેઓ કરી શકે છે. નોબેલ કમિટી નાની છે, એની મને ક્યાં ખબર નથી? "

નોબેલ પારિતોષિક પછી હવે આપણે  ડિલનને કવિ તરીકે સ્વીકારીશું? ના.  પણ તેના ગીતોને સાહિત્ય તરીકે સ્વીકારીશું?  મારો જવાબ છે હા. પુરેપૂરી હા. તેનું કામ સમકાલીન સાહિત્યને  એક નવી દિશા આપતું રહ્યું છે. તેના શબ્દોને એકલા  વાંચી શકાય નહિ, તેના શબ્દો અને સંગીતને અલગ પાડી શકાય. તેના ફક્ત કવિતાના બોલ સાહિત્ય નથી. તેને સંગીત સાથેજ સાંભળવા પડે.   કવિતા તો શબ્દ છે, અને સંગીત પણ.  તેમાં લય, ગતિ, પ્રાસ, છંદ, થડકાર કેટલું બધું છે!  અને એમાંથી એક અર્થ રચાય છે.  ઘણીવાર બધીજ વંડીઓને ઓળંગીને પણ કવિતા રચાઈ છે. તે ભાષાના ઇતિહાસ, અવાજ, પડઘા, જૂના તરાનાઓને, નવી રીતે મૂકી આપે છે. ડિલનના ઘણા ગીતો કવિતાના  સ્ટીલ કેમેરાથી જોઈ શકાય તેને માટે ડિક્ટાફોન જોઈએ જે શબ્દ સાથે અવાજ ને પણ રેકડૅ  કરે છે. સામવેદની ઋચાઓને, રામાયણમહાભારત  પરંપરામાં ઉછરેલા આપણને શબ્દ સાથે નાદનું પણ એટલું મહત્વ છે.  શબ્દ, નાદ અને સંગીત ને સાથે રાખી કવિને તેની પોતાની અંગ્રેજી ભાષામાં સાંભળજો,  મઝા કરાવશે કારણ ડિલને ભલે કવિ નથી પણ તેના  જેટલો પ્રભાવ પશ્ચિમી જગતના માનસપટલ પર કોઈ જીવિત કલાકારનો નથી.   અને જો   સાહિત્ય નથી  તો બીજું શું?

ગીતોનાં અનુવાદ : મીતેશ સુશીલા

સંદર્ભયાદી : 

1.    The Bob Dylan Scrapbook 1956-66  - By Robert Santelli, Bob Dylan Publisher Simon & Schuster , 2005
2.    Chronicles Vol 1 – Bob Dylan  Publisher Simon & Schuster , 2004
3.    Songwriters On Songwriting, Paul Zollo , Da Capo Press , 1991
8.    Bob Dylan Lyrics Source: http://www.azlyrics.com




No comments: